મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું

પંજાબના ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. માને એક ટ્વીટ કરીને તે

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું

પંજાબના ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. માને એક ટ્વીટ કરીને તે અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, 'મારું હૃદય ભારે છે, પરંતુ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. ધારાસભ્ય પદ પરથી સ્પીકરને આપવામાં આવેલું મારું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે. મારી શુભકામનાઓ પાર્ટી સાથે છે. મને આશા છે કે, પંજાબ સરકાર જનતાની આશાઓ પર ખરી ઉતરશે.'

વર્ષ 2020માં જોડાયા હતા પાર્ટીમાં  

અનમોલ ગગન માન પંજાબ સરકારમાં પર્યટન મંત્રી રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અનમોલ ગગન માનનું પંજાબી ગાયિકાથી મંત્રી સુધીની સફર ખૂબ રસપ્રદ રહી છે. તેમણે 2022માં વિધાનસભા ચૂંટણીમાં શિરોમણી અકાદી દળના ઉમેદવાર રણજીત સિંહ ગિલને લગભગ 37718 મતોથી હરાવ્યા હતા. 2022 વિધાનસભા ચૂંટણીમાં જીતનારી તે સૌથી યુવા નેતાઓમાંથી એક હતી. અનમોલ ગગન માનની પાર્ટીનું કેમ્પેઇન ગીત પણ તૈયાર કર્યું હતું.

મોડેલિંગ અને ગાયકીમાં કમાયું નામ 

અનમોલ ગગન માનનો જન્મ 1990માં માનસામાં થયો હતો. ચંદીગઢમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પહેલા મોડેલિંગ પછી ગાયકીમાં પોતાનું કરિયર બનાવ્યું હતું. ગયા વર્ષે જૂનમાં એડવોકેટ શાહબાઝ સોહી સાથે તેમના લગ્ન થયા હતા. 

આ સમાચાર શેર કરો