મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 2 બેઠક પર ઉમેદવાર બદલ્યા, જાણો કોને મળી ટિકિટ

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની સંશોધિત યાદી જાહેર કરી છે. AAPએ નરેલા બેઠક પરથ

આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 2 બેઠક પર ઉમેદવાર બદલ્યા, જાણો કોને મળી ટિકિટ

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની સંશોધિત યાદી જાહેર કરી છે. AAPએ નરેલા બેઠક પરથી શરદ ચૌહાણને ટિકિટ આપી છે જ્યારે હરિ નગરથી સુરિન્દર સેતિયાને મેદાનમાં ઉતાર્યા છે.

આ પહેલા આમ આદમી પાર્ટીએ નરેલાથી દિનેશ ભારદ્વાજને ટિકિટ આપી હતી જ્યારે હરિનગર બેઠક પર રાજ કુમારી ઢિલ્લનને ઉમેદવાર બનાવ્યા હતા.

કેજરીવાલ-મનિષ સિસોદિયાએ ભર્યું નોમિનેશન

નવી દિલ્હી બેઠક પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોમિનેશન દાખલ કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં દિલ્હીની જનતાએ જે પ્રેમ અને આશીર્વાદ આપ્યો તેનાથી મને પુરી લગન અને સેવાભાવથી કામ કરવાની શક્તિ અને પ્રેરણા આપી છે.

બીજી તરફ જંગપુરા વિધાનસભામાં રોડ શો યોજીને મનિષ સિસોદિયાએ પણ નોમિનેશન ભર્યું હતું.

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે જ્યારે 8 ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે. આ સિવાય અન્ય કેટલીક પાર્ટીઓ પણ આ ચૂંટણી લડી રહી છે.

આ સમાચાર શેર કરો