મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : યુવકે લાઈવ વીડિયોમાં વિદેશી પ્રવાસી મહિલાઓની છેડતી કરી, પોલીસ કાર્યવાહીની માંગ

ભારતના વિવિધ પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં વિદેશથી પ્રવાસીઑ આવે છે. આ દરમિયાન કેટલાક

VIDEO : યુવકે લાઈવ વીડિયોમાં વિદેશી પ્રવાસી મહિલાઓની છેડતી કરી, પોલીસ કાર્યવાહીની માંગ

ભારતના વિવિધ પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં વિદેશથી પ્રવાસીઑ આવે છે. આ દરમિયાન કેટલાક ટીખળખોરો વિદેશી પ્રવાસીઑ સાથે મસ્તી મજાક અને છેડતી પણ કરતાં હોય છે. આવો જ એક બનાવ રાજસ્થાનના જયપુરમાં  વિદેશી પ્રવાસી મહિલાઓ સાથે બન્યો છે. 

જયપુરમાં એક્ યુવકે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ વીડિયોમાં ચાર વિદેશી મહિલા પ્રવાસીઓ પાસે આવતો જોઈ શકાય છે અને બેશરમપણે તેમના "ભાવ" ટાંકતો હતો. તેણે કહ્યું, "મિત્રો, તમે આ મહિલાઓને 150 રૂપિયામાં મેળવી શકો છો.” દરેક મહિલા તરફ ઈશારો કરીને તેણે કહ્યું, "આ 150 રૂપિયામાં ઉપલબ્ધ છે, તે 200 રૂપિયામાં ઉપલબ્ધ છે, આને 500 રૂપિયામાં મેળવી શકો છો અને આ  300 રૂપિયામાં ઉપલબ્ધ છે." 

વીડિયોથી સ્પષ્ટ થાય છે કે હિન્દી ભાષા ન જાણતી વિદેશી મહિલાઓને ખબર નહોતી કે ગુરુ શું કહી રહ્યો છે, તોઑ ગુરુના કેમેરા તરફ જોઈને હેલો કહીને હાથ હલાવી રહી હતી. જુઓ આ વીડિયો - 

આવા જ અન્ય એક વિડિયોમાં આ યુવક ગુરુ એક વિદેશી પ્રવાસી યુગલને પરેશાન કરતો જોવા મળે છે અને તે પુરૂષ અને મહિલા સાથે વીડિયો લાઈવ કરી રહ્યો હતો અને મહિલાની બાજુમાં જઈને કહ્યું, “ આ મારી પત્ની છે” અને મહિલા સાથે રહેલા પૂરુષ પાસે જઈને કહ્યું, “આ મારો સાળો છે.”

આ યુવકની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી જણાઈ આવે છે કે આ યુવક છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં  જયપુરમાં આવેલા વિદેશી પ્રવાસીઓને પરેશાન કરી રહ્યો છે. 

ચાર વિદેશી મહિલાઓ સાથે તેણે ઉતારેલો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડીયામાં લોકો જયપુર પોલીસને મેન્શન કરીને આ યુવક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 
https://twitter.com/ThePlacardGuy/status/1804579766789722230

આ સમાચાર શેર કરો