Video: ગુવાહાટીમાં સરસ મેળો

આસામના ગુવાહાટીના ખાનાપારામાં આસોમી સરસ મેળો 2026-27 યોજાઈ રહ્યો છે. આ મેળામાં દેશભરના સ્વસહાય જૂથો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મેળામાં અલગ-અલગ રાજ્યોના પરંપરાગત હસ્તકલા ઉત્પાદનો અને સ્થાનિક બનાવટની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. સ્વસહાય જૂથોની મહિલાઓને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી રહ્યા છે. આ મેળા દ્વારા સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન મળી રહ્યું છે.
જાહેરાત
















