મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બલિયામાં એક ચોંકાવનારો કિસ્સો ,પત્નીએ પતિને ફસાવવા માટે ભાઈ સાથે મળીને ઘરે લૂંટનું નાટક રચ્યું

ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પત્નીએ પોતાના પતિને ફસાવવા માટે ભાઈ સાથે મળીને ઘરે લૂંટનું નાટક રચ્યું હતું. પોલીસે આ કેસની સઘન તપાસ કરીને સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે. અંગત અદાવત અને પતિને જેલના સળિયા પાછળ મોકલવાના ઈરાદાથી આ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે પત્ની અને તેના ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર શેર કરો