આ બેંકમાં ભીષણ આગ લાગતાં ચલણી નોટો સહિત બધું બળીને ખાખ
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલી એક સેન્ટ્રલ બેંકમાં આગની ઘટના બની છ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલી એક સેન્ટ્રલ બેંકમાં આગની ઘટના બની છે. આ આગમાં બધું બળીને રાખ થઈ ગયું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બેંક ભીષણ રીતે સળગતી જોવા મળે છે. આ ઘટના અમરાવતી જિલ્લામાં ચાંદુર રેલ્વે ખાતે સ્થિત સેન્ટ્રલ બેંકની છે.
આગ કેવી રીતે લાગી?
પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે ઉદ્ભવી છે. આગ એટલી ભીષણ હતી કે બેંકમાં રાખેલ તમામ સામાન બળીને ભસ્મિભૂત થયો છે. જેમાં રૂપિયાનો પણ સમાવેશ થાય છે. બેંક ખુલ્લી હતી ત્યારે અચાનક આગ લાગતા બધા કર્મચારીઓ ગભરાઈ ગયા અને બેંકની બહાર દોડી ગયા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ચાંદુર રેલ્વે ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવામાં વ્યસ્ત છે.
જોકે, જ્યારે આગ કાબુમાં ન આવી, ત્યારે ધામણગાંવ અને તિવાસાથી પણ ફાયર ફાયટરોની મદદ લેવાઈ હતી. બેંકમાં અચાનક આગ લાગતા જોઈને મોટી સંખ્યામાં નાગરિકો પણ એકઠા થઈ ગયા હતા. પોલીસને ઘટનાની માહિતી મળતા જ તેમણે ઘટનાસ્થળે સુરક્ષા વધારી દીધી હતી.
મુંબઈમાં પણ લાગી હતી આગ
આ પહેલા મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ફિલ્મ સિટી રોડ નજીક આવેલા બાગેશ્વરી મંદિર પાસે આગની ઘટના બની હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાતી જોવા મળી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
શરૂઆતની માહિતી અનુસાર, ફાયર બ્રિગેડને ગોરેગાંવ પૂર્વ વિસ્તારમાં સાંજે 7.15 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. આગ લેવલ-૨ હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો.







