મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક, કાર્યક્રમમાં મચી અફરાતફરી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. કાર્યક્રમ દરમિયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. કાર્યક્રમ દરમિયાન એક શખશ મુખ્યમંત્રીની ખુરશી તરફ દોડ્યો, પરંતુ સમયસમય મુખ્યમંત્રીના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. સુરક્ષાકર્મીઓએ શખશને પકડીને પોલીસને સોંપી દીધો છે. હાલ પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એક કાર્યક્રમ દરમિયાન મંચ પર હાજર હતાં. આ દરમિયાન એક શખશે એકદમથી પ્રેક્ષકોમાંથી ઊભો થઈને મુખ્યમંત્રીની ખુરશી તરફ દોડ્યો. જોકે, મુખ્યમંત્રીની સુરક્ષામાં હાજર સુરક્ષાકર્મીઓને તરત જ ખતરાની જાણ થઈ અને યુવક મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચે તે પહેલાં જ તેને ઝડપી લીધો. હજુ સુધી યુવકની આ હરકત પાછળનું કારણ જાણી શકાયું નથી અને ના તો તેની ઓળખ સામે આવી છે.
કાર્યક્રમમાં મચી ગઈ અફરાતફરી
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એક શખ્સ અચાનક દોડીને આવ્યો ત્યારે પહેલાં તો ત્યાં હાજર લોકો સમજી ન શક્યા કે આ શું થઈ રહ્યું છે. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો ત્યારે એકાએક લોકો ચોંકી ગયાં. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો.







