VIDEO : જૌનપુરમાં ગાદલા-ગોદડાની દુકાનમાં ભીષણ આગ લાગી
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં કોતવાલી વિસ્તારના જોહિયાપુર મહોલ્લામાં આવેલી ગાદલા અને ગોદડાંની એક દુકાનમાં આજે અ


ઉત્તર પ્રદેશના જૌનપુરમાં કોતવાલી વિસ્તારના જોહિયાપુર મહોલ્લામાં આવેલી ગાદલા અને ગોદડાંની એક દુકાનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આજુબાજુની દુકાનોમાં આગ ન પ્રસરે તે માટે સ્થાનિક લોકો અને વહીવટીતંત્રે સતર્કતા દાખવી હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણસર. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.




