પશ્ચિમ બંગાળમાં 34 લાખ આધાર ધારકો મૃત, UIDAI અધિકારીએ ચૂંટણી પંચને આપી માહિતી
34 lakh Aadhaar holders dead in West Bengal, UIDAI gives information to EC | પશ્ચિમ બંગાળમાં UIDAI (ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ) ના અધિકારીઓએ ચૂંટણી પંચને મ

પશ્ચિમ બંગાળમાં UIDAI (ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ) ના અધિકારીઓએ ચૂંટણી પંચને માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં આશરે 34 લાખ આધારકાર્ડ ધારકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં UIDAI અધિકારીઓએ જણાવ્યું હતું કે 2009માં આધારકાર્ડ શરૂ થયા પછી આ મૃત વ્યક્તિઓની વિગતો ચૂંટણી પંચ સાથે શેર કરી હતી.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે 13 લાખ અન્ય મૃત વ્યક્તિઓની પણ ઓળખ કરવામાં આવી છે. જેમની પાસે આધાર કાર્ડ નહોતા. ડેટા ફરીથી ચકાસ્યા બાદ આ મૃત વ્યક્તિઓના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માહિતી મતદાર યાદીના ખાસ ઊંડાણપૂર્વકના સંશોધન દરમિયાન સામે આવી છે. SIRનો ઉદ્દેશ્ય મૃત, સ્થળ ઉપર ન રહેનારા અને ડુપ્લિકેટ મતદારોના નામ દૂર કરીને મતદાર યાદીને સચોટ અને અપડેટ કરવાનો છે.
અનેક ફરિયાદો મળી
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચને નકલી મતદારો, મૃત મતદારો, ગેરહાજર મતદારો અને મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો અંગેની અનેક ફરિયાદો મળી છે. મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ મૃત નાગરિકો સંબંધિત UIDAI ડેટા મતદાર યાદીમાંથી આવી એન્ટ્રીઓ શોધવા અને દૂર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
બેંકો પાસેથી માહિતી એકત્રિત કરવી
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ બેંકો પાસેથી પણ માહિતી એકત્રિત કરી રહ્યા છે, કારણ કે મોટાભાગના ખાતા આધાર સાથે જોડાયેલા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, બેંકોએ એવા ખાતાઓનો ડેટા ઉપલબ્ધ કરાવ્યો છે જેમણે વર્ષોથી KYC અપડેટ કરાવ્યું નથી. આ ડેટાથી જેમનું મૃત્યુ થવા છતાં મતદાર યાદીમાં નામ બોલતું હોય તેમને અલગ તારવી શકાશે.






