મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

20થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મુંબઈથી કંડલાની ફ્લાઈટનો પણ સમાવેશ

વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટકી રહ્યો નથી. ત્યારે હવે 20થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડ

20થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મુંબઈથી કંડલાની ફ્લાઈટનો પણ સમાવેશ

વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટકી રહ્યો નથી. ત્યારે હવે 20થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવી દેવાની ધમકી મળી છે. જેમાં મુંબઈથી કંડલાની ફ્લાઈટનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગઈકાલે 85 વિમાનોને ઉડાવવાની ધમકી મળી હતી.

મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ કંડલા એરપોર્ટ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે કંડલા એરપોર્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ એરપોર્ટ પહોંચીને સઘન તપાસ હાથ ધરાઈ છે. 

બોમ્બની ધમકીઓને કારણે ભારતીય એરલાઇન્સને કરોડોનું નુકસાન

ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત 30થી વધુ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને સોમવારે રાત્રીથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકીઓ બાદ જેદ્દા જનારી ઈન્ડિગોની ત્રણ ફ્લાઈટને સાઉદી અરબ અને કતાર એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. 

ઘટનાથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આમ એક અઠવાડિયાના ઓછા સમયમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત 120થી વધુ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જે કોલ અને ઈ-મેઈલ મારફતે મળી હતી. જોકે, અત્યાર સુધીમાં કોઈપણ ફ્લાઈટમાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.

આ સમાચાર શેર કરો