મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'Chicken Shawarma' ખાધા બાદ 19 વર્ષીય યુવકનું મોત, સ્ટોલ ચલાવતા બે આરોપીઓની ધરપકડ

મુંબઈમાં 'Chicken Shawarma' ખાવાથી 19 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે સ્ટોલ ચલા

'Chicken Shawarma' ખાધા બાદ 19 વર્ષીય યુવકનું મોત, સ્ટોલ ચલાવતા બે આરોપીઓની ધરપકડ

મુંબઈમાં 'Chicken Shawarma' ખાવાથી 19 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે સ્ટોલ ચલાવતા બે લોકોની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ પ્રથમેશ ભોસ્કે તરીકે થઈ છે અને તેણે 3 મેના રોજ ટ્રોમ્બે વિસ્તારમાં સ્થિત એક સ્ટોલ પરથી 'Chicken Shawarma' ખરીદ્યો હતો અને ખાધો હતો. પોલીસે 'Chicken Shawarma'ના નમૂનાને પરીક્ષણ માટે મોકલ્યા છે અને સ્ટોલ માલિકો આનંદ કાંબલે અને મોહમ્મદ અહેમદ રાયઝા શેખની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે દુકાનદાર વિરુદ્ધ આઈપીસીની કલમ 304 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સારવાર બાદ પણ પ્રથમેશને બચાવી ના શકાયો 

પોલીસે જણાવ્યું કે, પ્રથમેશ ભોસ્કે 3 મેના રોજ 'Chicken Shawarma' ખાધું હતું. આ પછી, 4 મેના રોજ, તેણે પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ કરી. આ પછી ભોસ્કેનો પરિવાર તેને નજીકની મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ ગયો. બાદમાં તેમની તબિયત ફરી બગડી હતી, જેના કારણે 5 મેના રોજ તેમના પરિવારના સભ્યો તેમને મહાનગરપાલિકા સંચાલિત KEM હોસ્પિટલમાં લઈ ગયા હતા. ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ડોક્ટરોએ પ્રથમેશને સારવાર બાદ ઘરે મોકલી દીધો છે. પોલીસે જણાવ્યું કે ઘરે પરત ફર્યા બાદ પ્રથમેશની તબિયત વધુ લથડવા લાગી હતી. તેથી, તેમને રવિવારે સાંજે ફરીથી કેઈએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરે તેમની તપાસ કરી અને તેમને દાખલ કર્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે પ્રથમેશનું મોત થયું હતું.

ડૉક્ટરોએ પોલીસને જાણ કરી

જ્યારે ડૉક્ટરોને કેસ શંકાસ્પદ લાગ્યો, ત્યારે તેઓએ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું. આ પછી, પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 336 અને 273 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે ફૂડ સ્ટોલના માલિક આનંદ કાંબલે અને મોહમ્મદ અહેમદ રાયઝા શેખની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો