મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

CAA હેઠળ 14 લોકોને મળી ભારતની નાગરિકતા, સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યા

CAA Rules: નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ 14 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આ

CAA હેઠળ 14 લોકોને મળી ભારતની નાગરિકતા, સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યા

CAA Rules: નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ 14 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે CAA હેઠળ 14 લોકોને ભારતની નાગરિકતાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

નાગરિકતા (સંશોધન) નિયમ, 2024ની નોટિફિકેશન જાહેર થયા બાદ પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ  નવી દિલ્હીમાં કેટલાક અરજી કરનારા નાગરિકોને પ્રમાણપત્ર સોપ્યા છે.

11 માર્ચ 2024માં CAA લાગુ થયુ હતું

ભારત સરકારે 11 માર્ચ, 2024માં નાગરિકતા (સંશોધન) નિયમ, 2024નું નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ નિયમમાં અરજી કરવાની રીત, જિલ્લા સ્તરીય સમિતિ (DLC) તરફથી અરજીને આગળ વધારવાની પ્રક્રિયા અને રાજ્યસ્તરીય અધિકાર પ્રાપ્ત સમિતિ (EC) તરફથી અરજીની તપાસ અને નાગરિકતા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ નિયમ લાગુ થયા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દૂ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઇ સમાજ સંબંધિત વ્યક્તિઓ પાસેથી અરજી મળી છે જે ધાર્મિક ઉત્પીડન અથવા તેના ડરને કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવ્યા હતા.

આ સમાચાર શેર કરો