IAS ઓફિસર બનવા માંગતી હતી 13 વર્ષની દીકરી, મહાકુંભમાં જઇ ત્યાગ્યો સંસાર
પ્રયાગરાજમાં મહાકુંભની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સાધુ સંતોનું આગમન ચાલી રહ્યું છે. લોકો પણ તેમના દશનાર્થ

પ્રયાગરાજમાં મહાકુંભની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સાધુ સંતોનું આગમન ચાલી રહ્યું છે. લોકો પણ તેમના દશનાર્થે જઈ રહ્યા છે. દરમિયાન આગ્રાની એક ૧૩ વર્ષની છોકરી, જે IAS ઓફિસર બનવાનું સ્વપ્ન જુએ છે, તેણે મહા કુંભ મેળામાં 'સાધ્વી' બનવાની ઇચ્છા વ્યક્ત કરી. તેની ઇચ્છાને દૈવી ઇચ્છા માનીને, તેના માતાપિતાએ તેને જુના અખાડાને સોંપી દીધી છે. છોકરીની માતા, રીમા સિંહે કહ્યું કે મહાકુંભ દરમિયાન તેમની દીકરી સાંસારિક જીવનથી વૈરાગ્યનો અનુભવ કર્યો.
જુના અખાડામાં જોડાઇ
જુના અખાડા કેમ્પમાં રહેતી રીમાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, 'જુના અખાડાના મહંત કૌશલ ગિરિ મહારાજ છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગામમાં ભાગવત કથા કરવા માટે આવી રહ્યા છે. આવા જ એક સત્ર દરમિયાન, મારી પુત્રી રાખીએ ગુરુ દીક્ષા લીધી. રીમાએ વધુમાં જણાવ્યું કે કૌશલ ગિરિ મહારાજે ગયા મહિને તેમને, તેમના પતિ સંદીપ સિંહ અને તેમની બે પુત્રીઓને મહાકુંભ શિબિરમાં સેવા આપવા માટે આમંત્રણ આપ્યું હતું.
તેમણે કહ્યું, 'એક દિવસ રાખીએ સાધ્વી બનવાની ઇચ્છા વ્યક્ત કરી. તેને ભગવાનની ઇચ્છા માનીને, અમે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. આગ્રામાં રહેતા આ પરિવારે તેમની પુત્રી રાખી અને 8 વર્ષની નિક્કીના શિક્ષણ માટે શહેરમાં એક ઘર ભાડે રાખ્યું હતું. સંદીપ સિંહ કન્ફેક્શનરીનો વ્યવસાય ચલાવે છે.
આ પણ વાંચો : અઘોરીઓના મૃત્યુ પછી તેમના શરીર સાથે કરવામાં આવતી ક્રિયા સાંભળી તમારો આત્મા ધ્રૂજી ઉઠશે
'ગૌરી ગિરિ તરીકે ઓળખાશે'
રીમાએ કહ્યું, 'રાખીનું સ્વપ્ન IAS ઓફિસર બનવાનું હતું, પરંતુ મહાકુંભ દરમિયાન તેણે સાંસારિક જીવનથી વિમુખતાનો અનુભવ કર્યો.' મહંત કૌશલ ગિરીએ જણાવ્યું હતું કે પરિવારે સ્વેચ્છાએ તેમની પુત્રીને આશ્રમમાં દાન કરી હતી. તેમણે કહ્યું, 'આ નિર્ણય કોઈપણ દબાણ વિના લેવામાં આવ્યો હતો.' આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી અમારી સાથે જોડાયેલો છે અને તેમની વિનંતી પર રાખીને આશ્રમમાં સ્વીકારવામાં આવી છે. હવે તે 'ગૌરી ગિરિ' તરીકે ઓળખાશે.
૧૯ જાન્યુઆરીએ પિંડદાન કરવામાં આવશે
જ્યારે રીમાને તેમની પુત્રી પ્રત્યેની ચિંતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'એક માતા તરીકે, મને હંમેશા ચિંતા રહેશે કે તે ક્યાં છે અને કેવી છે.' સંબંધીઓ વારંવાર પૂછે છે કે અમે અમારી દીકરીને આશ્રમમાં કેમ સોંપી. અમારો જવાબ છે કે, તે ભગવાનની ઇચ્છા હતી. અખાડાના એક સંતે જણાવ્યું હતું કે ગૌરીનું 'પિંડ દાન' અને અન્ય ધાર્મિક વિધિઓ 19 જાન્યુઆરીએ યોજાશે, ત્યારબાદ તેને ઔપચારિક રીતે ગુરુ પરિવારનો ભાગ માનવામાં આવશે.








