'કાળી બેગમાં બોમ્બ છે', લખનૌની 10 હોટલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
રાજકોટ પછી હવે ઉત્તર પ્રદેશના લખનૌમાં 10 હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેલ દ્વારા આપવામા

રાજકોટ પછી હવે ઉત્તર પ્રદેશના લખનૌમાં 10 હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેલ દ્વારા આપવામાં આવી છે જેમાં ધમકી આપનારાએ 55 હજાર ડૉલર (46,25,623 રૂપિયા)ની માંગ પણ કરી છે.
આ ધમકી હોટલ ફોર્ચ્યુન, હોટલ લેમન ટ્રી અને હોટલ મેરિયટ સહિત 10 મોટી હોટલને મળી છે. આ પહેલા રાજકોટમાં પણ 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસને તપાસ દરમિયાન કઇ મળ્યું નહતું.
કાળી બેગમાં બોમ્બ છે
ધમકી આપનારા ઇમેલમાં લખ્યુ, 'હોટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાળી બેગમાં બોમ્બ સંતાડેલો છે. મને 55 હજાર ડૉલર જોઇએ નહીં તો બોમ્બ બ્લાસ્ટ કરી નાખીશ અને ચારે તરફ લોહી ઉડશે. બોમ્બને ડિફ્યૂઝ કરવાનો કોઇ પણ પ્રયાસ કરશે તો તેમાં બ્લાસ્ટ થશે.'
રાજકોટની 10 હોટલને મળી હતી ધમકી
રાજકોટની ફાઈવ સ્ટાર હોટલ, ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, કાવેરી ભાભા, સિઝન્સ હોટલ અને ગ્રાન્ડ રેજન્સી હોટલ સહિતની હોટલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ગઇકાલે 12:45 વાગ્યે ધમકી ભર્યો મેઈલ મળતા જ પોલીસ દોડતી થઈ હતી અને તપાસ હાથ ધરી હતી.







