કંગના રનૌતને લાફો મારનારી મહિલાને 1 લાખ રૂપિયા ઈનામ? તાપસી પન્નુને Thappad 2 બનાવવાની સલાહ
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલાકર્મી

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલાકર્મી કુલવિંદર કૌરે લાફો માર્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે. કંગના રનૌતને લાફો મારવાની ઘટના બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અભિનેત્રી સાથે જે થયું તેનાથી કેટલાક ગુસ્સે છે જ્યારે કેટલાક કુલવિંદરનું સમર્થન કરી રહ્યા છે. આ ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે, પરંતુ એક એવી વ્યક્તિ છે જે કંગનાને થપ્પડ મારવા બદલ તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવા માંગે છે.
કંગનાને થપ્પડ મારનાર મહિલા CIFS કોન્સ્ટેબલ છે અને તેનું નામ કુલવિંદર કૌર છે. કંગના રનૌતના ખેડૂત વિરોધી નિવેદનથી કુલવિંદર ગુસ્સામાં હતો. કંગનાએ ખેડૂતોના આંદોલન દરમિયાન દિલ્હી ધરણા પર બેઠેલી મહિલાઓ વિશે કહ્યું હતું કે તેઓ સો રૂપિયા લઈને બેઠી હતી, આ સાથે તેણે ખેડૂતોને ખાલિસ્તાની કહ્યા હતા. કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે, પરંતુ એક એવી વ્યક્તિ છે જે કંગનાને થપ્પડ મારવા બદલ તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવા માંગે છે.
આ વ્યક્તિ કુલવિંદરને 1 લાખ આપવા માંગે છે
ટ્વિટર પર વાઈરલ એક વીડિયોમાં પંજાબનો એક બિઝનેસમેન કુલવિંદરને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યો છે. ઝીરકપુર (મોહાલી)ના બિઝનેસમેન શિવરાજ સિંહ બેન્સે જાહેરાત કરી છે કે તેઓ કંગનાને લાફો મારનાર CISF કોન્સ્ટેબલને રૂ. 1 લાખ ઇનામ આપશે.
CISFની મહિલાકર્મીએ લાફો શા માટે માર્યો હતો?
કંગના રનૌતના ખેડૂત વિરોધી નિવેદનથી કુલવિંદર ગુસ્સામાં હતો. કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હી ધરણા પર બેઠેલી મહિલાઓ વિશે કહ્યું હતું કે તેઓ સો-સો રૂપિયા લઈને બેઠી હતી, આ સાથે તેણે ખેડૂતોને ખાલિસ્તાની કહ્યા હતા. આથી આ બાબતના ગુસ્સાના કારણે મહિલાકર્મીએ લાફો માર્યો હતો.
કેઆરકેની સલાહ
જો કોઈ મુદ્દો હોય અને કમાલ આર ખાન એટલે કે કેઆરકે બોલે નહીં એવું બને જ નહીં. તેણે કંગનાને લઈને આ મુદ્દે ટ્વિટ પણ કર્યું છે. થપ્પડની ઘટનાનો ઉલ્લેખ કરીને તેણે તાપસી પન્નુને તેની ફિલ્મ 'થપ્પડ'નો બીજો ભાગ બનાવવાની સલાહ આપી છે. આ સાથે તેણે તાપસીને CIFSની મહિલા સૈનિકની ભૂમિકા ભજવવા માટે કહ્યું છે.
થપ્પડની ઘટના બાદ કંગનાએ શું કહ્યું?
કંગના રણૌતે ઘટના અંગે તમામ માહિતી આપી છે. તેણે કહ્યું કે, ‘હું સુરક્ષીત છું. આજે હું ચંડીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ કરાવતી હતી, ત્યારે મારી સાથે ઘટના બની. હું સિક્યોરિટી ચેકિંગ કરાવ્યા બાદ આગળ નિકળી, ત્યારે બીજી કેબિનમાં એક CISF મહિલા કર્મચારી બેઠી હતી. તે મારા આગળ આવવાની અને ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તે મારી બાજુમાં આવી અને મારા પર હિટ કર્યું, અપશબ્દો પણ બોલ્યા હતા. મેં જ્યારે તેણે પૂછ્યું કે, તમે આવું કેમ કર્યું, તો તેણે કહ્યું કે, તે ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.







