મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: બાઈક અને એક્ટિવાની ટક્કરમાં યુવાન થયો બેભાન, દેવદૂત બનીને આવેલા શખ્સે યુવાનને સીપીઆર આપતા બચ્યો જીવ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિવસેને

પાટણ: બાઈક અને એક્ટિવાની ટક્કરમાં યુવાન થયો બેભાન, દેવદૂત બનીને આવેલા શખ્સે યુવાનને સીપીઆર આપતા બચ્યો જીવ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધતી જાય છે. માર્ગ અકસ્માતની ઘટના પાટણમાંથી સામે આવી છે. પાટણના ગોલ્ડન ચોકડીથી રેલ્વે નાળા તરફ જવાના માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. બાઈક અને એક્ટિવાની સામ સામે ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાન ઘટનાસ્થળ પર બેભાન થઈ ગયો હતો, તો બીજી તરફ બાઈક સવાર દંપતીનો ટક્કરમાં જીવ બચ્યો હતો.

અકસ્માત થતાં જ આસ પાસ હાજર લોકો તાત્કાલિક મદદે દોડી ગયા હતા. આ સ્થળ પર એક તબીબ હાજર હતા, તેમણે બેભાન યુવાનને તાત્કાલિક સીપીઆર આપતા તેનો જીવ બચ્યો હતો.

ડોક્ટરે સીપીઆર આપતા થોડીક મિનિટ પછી યુવાનનો શ્વાસ ફરીથી શરૂ થયો હતો. આમ તબીબ આ યુવાન માટે દેવદૂત સાબિત થયાં હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ સમાચાર શેર કરો