VIDEO: જૂનાગઢની પટેલ કેળવણી મંડળના ગર્લ્સ છાત્રાલયમાં યુવાન ઘૂસતા મચ્યો હોબાળો, વાલીઓ ટ્રસ્ટી સામે રોષે ભરાયા
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિ


ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ છાત્રાલયમાં સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે. હોસ્ટેલમાં અજાણ્યો યુવાન ઘૂસી જવાની ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાલીઓ સંસ્થા પર ઉમટી પડ્યા હતા અને દીકરીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
કાંતિભાઈ ફળદુના કથિત અભદ્ર વર્તન સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો
વાલીઓએ સંસ્થાના એમડી કાંતિભાઈ ફળદુના કથિત અભદ્ર વર્તન સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. મામલો ગરમાતા ટ્રસ્ટીઓએ મધ્યસ્થી કરી વાલીઓને શાંત પાડ્યા હતા અને આગામી મિટિંગમાં તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી છે.




