Surendranagar news: બસ-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં યુવકનું મોત; એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી લકઝરી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એકનું

લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી લકઝરી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એકનું મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ આ અંગે વધુ તપાસ આદરી છે.
ચાલક અકસ્માત સર્જી ફરાર
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ અબ્બાસભાઈ અભરામભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને ખાનગી ટ્રાવેલ્સનો ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. સુરેન્દ્રનગર




