મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઓફિસમાં મહિલાઓ રડવા લાગી અને કરી રહી હતી આજાજી

સુરેન્દ્રનગર મહાપાલિકાની કમિશ્નરની ઓફિસમાં મહિ

તસવીર: GSTV

સુરેન્દ્રનગર મહાપાલિકાની કમિશ્નરની ઓફિસમાં મહિલાઓ અચાનક રડવા લાગી હતી, ઉલ્લેખનીય છે કે વઢવાણ શાક માર્કેટ તોડી પાડવા મુદ્દે મહાનગરપાલિકામાં મહિલાઓ રજુઆત કરવા આવી હતી. મહિલાઓએ  કમિશ્નર સામે હાથ જોડીને આજીજી કરી હતી. જો કે સમગ્ર મામલે સત્તાવાળાનું પેટનું પાણી હલશે કે નહીં તે હવે જોવાનું છે.

વઢવાણ શાક માર્કેટ તોડી પાડવામાં આવ્યું

તંત્રએ વઢવાણ શાક માર્કેટ તોડી પાડવામાં આવ્યું હતું, બીજી તરફ 5 કરોડના ખર્ચે શાકમાર્કેટનું નવીની કરણ કરવામાં આવશે. સમગ્ર મામલે મહિલાઓએ વિનંતી કરી હતી કે ત્યાં સુધી અમે શું કરીશું શાકમાર્કેટમાં કામ કરતા અંદાજીત 150થી વધુ લોકો બેરોજગાર બન્યા છે. મહિલાઓએ માંગ કરી હતી કે અમને તમે રોજગાર આપો.

આ સમાચાર શેર કરો