મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓડિશાના ગંજામથી 5.87 કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલો યુવક આ રીતે ઝડપાયો

સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે. નશાકારક ગાંજાના જથ્

ઓડિશાના ગંજામથી 5.87 કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલો યુવક આ રીતે ઝડપાયો

સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે. નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જો કે, છેલ્લા થોડા સમથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. બાતમી મળતાં જ પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે ઝડપાયો

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મળી હતી. સચીન-તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલપાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હતી. જેના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો. જેની અંદાજે કિંમત 58700 જેટલી થાય છે. 

21 વર્ષીય યુવક ઝડપાયો

પકડાયેલ આરોપી બિકાશ કિશોર ગૌડા 21 વર્ષની ઉંમરનો છે. તે ઓડિશાનો રહેવાસી છે. હાલ પોલીસે બિકાશને કોણે મોકલ્યો હતો. તથા તે કોને આ ગાંજો આપવાનો હતો. તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો