રાજકોટમાં યુવાન રેડિયોલૉજિસ્ટે ન્યારી ડેમમાં પડતું મૂકી આપઘાત કર્યો
રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં રેડિયોલૉજિસ્ટ વિભાગમાં કામ કરતા 26 વર્ષીય અરુણકુમાર સ

રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં રેડિયોલૉજિસ્ટ વિભાગમાં કામ કરતા 26 વર્ષીય અરુણકુમાર સેલ્વરાજે અચાનક જ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા તબીબ જગતમાં ચકચાર મચી ગઈ હતી. મૂળ તમિલનાડુના વતની અને રાજકોટમાં બે દિવસ અગાઉ આવેલા તબીબના આ અંતિમ પગલાંથી હોસ્પિટલ અને મિત્ર વર્તૂળ અને પરિવારજનો શોકમાં ગરકાવ છે.
રાજકોટના ન્યારી ડેમમાંથી રેડિયોલૉજિસ્ટનો મૃતદેહ મળી આવતા તપાસ કરતા ઓળખકાર્ડને લીધે જાણવા મળ્યું કે, મૃતક ખાનગી હોસ્પિટલના રેડિયોલૉજી વિભાગમાં ફરજ બજાવે છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓના માથે આભ તૂટી પડયું હતું.
માત્ર બે દિવસ અગાઉ રાજકોટ શહેરમાં આવેલા આ યુવાન તબીબે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ સંદર્ભે રાજકોટ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.






