સુરતમાં બાઈક ઓવરટેક કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક યુ

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સામાન્ય મુદ્દે હત્યા
વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલી રામનગર સોસાયટીમાંથી પસાર થતાં રસ્તા પર યુવકની હત્યા થઈ હતી. સાંકડા રસ્તા પરથી પસાર થતી બાઈક-મોપેડ વચ્ચે ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો થોડી જ વારમાં હિંસક બની ગયો હતો. જેમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દેવાતા જેનિશ ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું હતું. રાત્રિના સમયે થયેલી હત્યાને લઈને વરાછા પોલીસ સહિત એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આરોપીને ઝડપી લેવા તપાસ તેજ
પોલીસ અધિકારીએ કહ્યુ કે, બાઈકને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં મામલો વણસતા તિક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે તપાસ તેજ કરવામાં આવી રહી છે. જેથી ગણતરીના સમયમાં આરોપીઓ ઝડપાય જાય તે માટે ટીમો કામ કરી રહી છે.








