ભાવનગરમાં એક યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, મોબાઈલ તોડી પૈસા પડાવ્યાનો આક્ષેપ
ભાવનગર શહેરમાંથી એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી પૈસા પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તા

ભાવનગર શહેરમાંથી એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી પૈસા પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી ત્રણ શખ્સો દ્વારા એક યુવકનું અપરણ કરી ઢોર માર માર્યો હોવાનો પીડિત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરત પોલીસ શી ટીમની અનોખી પહેલ રંગ લાવી, બે બાળકીઓ સાથે છેડતી કરતા શિક્ષકની ધરપકડ થઈ
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવનગરના રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણાનું આજે યોગેશભાઈ, વિનોદભાઈ, રાકેશભાઈ નામના ત્રણ ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. રામદેવનગરથી તેનું અપહરણ કરી બાઈક ઉપર બેસાડવામાં આવ્યો અને દસ નાળા પાસે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમને ઢોર મારવામાં આવ્યો અને તેનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો તેમજ તેની પાસે રહેલ રોકડ રકમ પણ લઈ ગયા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ભોગ બનનાર યુવકને હાલ સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.




