સુરતમાં બાઈક પર રોમાંસ કરતા યુવકે કર્યા સ્ટન્ટ, પોલીસે પકડીને ભણાવ્યા કાયદાના પાઠ
સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ગાંડપણ યુવાનોમાં અજબ રીતે જોવા મળી રહ્યું છે. જીવને જોખમમાં મૂકીને પણ સોશિયલ મી

સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ગાંડપણ યુવાનોમાં અજબ રીતે જોવા મળી રહ્યું છે. જીવને જોખમમાં મૂકીને પણ સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકતા યુવાનો ખચકાતા નથી. ત્યારે કોઈ ફિલ્મી દ્રશ્યો ભજવાતા હોય તે રીતે સુરતમાં યુવક અને યુવતીએ બાઈક પર સ્ટંટ કર્યા હતાં. લોકોને શરમમાં મૂકતાં સ્ટન્ટ કરનાર યુવક પોલીસમાં પકડાઈ જતાં પીલુડા પાડતો હોય તે રીતે માફી માગતો જોવા મળ્યો હતો.
સ્ટન્ટ કર્યા હતા
યુવતીને પેટ્રોલની ટાંકી પર ઊંધી બેસાડીને હગ કરવાની સાથે સાથે ખુલ્લા હાથ રખાવવાની સાથે યુવતીને બાઈક પણ ચલાવવા દેવાયું હોવાનો વીડિયો સામે આવ્યો હતો. બાઈક પર સ્ટન્ટ કરનારાઓને જાણે કાયદાનો કોઈ જ ડર ન હો તે રીતે આ સ્ટન્ટ કરવામાં આવ્યા હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયોને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
સુનિલે માફી માગી
વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે તપાસ આદરી હતી. જેમાં નજરે પડતા સુનિલ રાઘવ તેજાણીને ઝડપી લીધો હતો. સુનિલે કહ્યું કે આ 3 વર્ષ જૂનો વીડિયો છે. તેણે પોતે જ આ વીડિયો વાયરલ કર્યો હતો. જો કે પોલીસમાં પકડાયા બાદ સુનિલે માફી માગી હતી. સાથે જ વચન આપ્યું કે ફરીથી આ પ્રકારના સ્ટન્ટ નહી કરે. કોઈએ આ પ્રકારના સ્ટન્ટ ન કરવા તેવી સલાહ આપી હતી. પોલસે હાલ સુનિલ સામે કેસ નોંધ્યો છે.








