મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની ડાઈંગ મીલમાં કામ કરતાં યુવકને ઈલેક્ટ્રિક કરંટ લાગતા મોત, પરિવાર શોકમાં ગરક

સુરતમાં ડાઈંગ મીલો મોટી સંખ્યામાં ધમધમી રહી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ડાઈંગ મીલ

સુરતની ડાઈંગ મીલમાં કામ કરતાં યુવકને ઈલેક્ટ્રિક કરંટ લાગતા મોત, પરિવાર શોકમાં ગરક

સુરતમાં ડાઈંગ મીલો મોટી સંખ્યામાં ધમધમી રહી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ડાઈંગ મીલમાં કામ કરતાં યુવકને કરંટ લાગ્યો હતો. જેથી યુવકનું મોત નીપજ્યું હતું. 27 વર્ષીય યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. દીકરાના મોતની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ દોડી આવેલા પિતાની હાલત કથળી હતી. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

પરિવારે આર્થિક આધાર ગુમાવ્યો

પાંડેસરા વિસ્તારમાં આવેલી કનિષ્કા ડાઈંગ મીલમાં દુર્ઘટના સર્જાઈ હતી. સેન્ટ્રલ મશીનમાં કામ કરી રહેલા યુવકને અચાનક ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. જેથી યુવક બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક સાથી કામદારો અને સંબંધીઓ તેને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. જો કે, યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારે આર્થિક આધારસ્તંભ ગુમાવતાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે રોકકળ કરી મૂકી હતી.

તબીબોએ મૃત જાહેર કર્યો

મનોજ તિવારીએ કહ્યું કે, ડાયિંગ મિલમાં કામ કરતાં હતાં. એ દરમિયાન શોક લાગ્યો હતો. ઈલેક્ટ્રિક શોક કેવી રીતે લાગ્યો તે મને નથી ખબર પરંતુ જેવી મને જાણ થઈ કે તરત જ ટેમ્પો લઈને અમે સૌ પ્રથમ આરોગ્યમ હોસ્પિટલ લઈને ગયા હતાં. ત્યાં હોસ્પિટલના તબીબોએ સિવિલમાં લઈ આવવા કહ્યું હતું. સિવિલ હોસ્પિટલ લાવતાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો