મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગાડી પાર્કિંગના મુદ્દે બબાલ, સોસાયટીમાં ઢોર માર મારતાં યુવકનું નીપજ્યું મોત

સુરતમાં હત્યાના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કા

સુરતમાં ગાડી પાર્કિંગના મુદ્દે બબાલ, સોસાયટીમાં ઢોર માર મારતાં યુવકનું નીપજ્યું મોત

સુરતમાં હત્યાના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા છે. ગોડાદરા વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગાડી પાર્કિંગ કરવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં સોસાયટીના પ્રમુખ સહિતના 7 લોકોએ મળીને યુવકને ઢોર માર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું.

છાતીના ભાગે પહોંચી ઈજા

ગોડાદરા રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ગણપત બાબુ મકવાણા (ઉ.વ.આ.30) પરિવાર સાથે રહેતા હતા. ગાડી પાર્કિંગ મુદ્દે ગણપતને સોસાયટીના પ્રમુખ અને અન્ય 7 લોકોએ ઢોર માર માર્યો હતો. વલ્લભ ક્વાડ અને પ્રવીણ ક્વાડ નામના ઈસમો મુખ્ય આરોપી છે. યુવકને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.

લાકડાના ફટકા વડે હુમલો

યુવકને માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં લાકડાના ફટકા વડે યુવક પર સાતથી વધુ ઈસમો તૂટી પડ્યા હતા. સમગ્ર મારા મારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો