બોટાદમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા
ગુજરાતભરમાંથી આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે જ બનાસકાંઠામાં એક પ્રેમી પંખીડાએ

ગુજરાતભરમાંથી આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે જ બનાસકાંઠામાં એક પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકીને જીવન ટુંકાવ્યું હતું. જ્યારે ગુજરાતનાં જ અન્ય એક પ્રેમી યુગલે માઉન્ટ આબુમાં જઈને આપઘાત કર્યો હતો. એવામાં બોટાદમાંથી આત્મહત્યાની ઘટના સામે આવી રહી છે જેમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
બોટાદ જિલ્લામાં ગઢડાના ૩૨ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ગઢડા શહેરના બાબરપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ પઢિયારા નામના યુવકે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકે દારૂ પીધા બાદ રૂમમાં જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું મૃતકના ભાઈએ જણાવ્યું હતું. જો કે, યુવકના આપઘાત પાછળ સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.




