મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં બે પ્રેમી પંખીડાઓએ જીવન ટુંકાવ્યું, એક યુગલે માઉન્ટ આબુ જઈ કર્યો આપઘાત

ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાની હારમાળ સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં આત્મહત્યા કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, એ

ગુજરાતમાં બે પ્રેમી પંખીડાઓએ જીવન ટુંકાવ્યું, એક યુગલે માઉન્ટ આબુ જઈ કર્યો આપઘાત

ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાની હારમાળ સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં આત્મહત્યા કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, એવામાં ગુજરાતના બનાસકાંઠા અને સુરેન્દ્રનગરના પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રેમી પંખીડાઓએ સાથે કરેલા આપઘાતને કારણે સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.

બનાસકાંઠામાં પ્રેમી યુગલનો આપઘાત

બનાસકાંઠામાં ફરી એકવાર આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ફરી એકવાર યુવક-યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યાનું સામે આવ્યું છે. દાંતીવાડા ડેમના રણાવાસ રસ્તા પાસે પ્રેમ પ્રકરણમાં યુવક યુવતીએ ઝાડ પર ખાધો ગળે ફાંસો ખાઈને સાથે આપઘાત કર્યો હતો. ગળે ફાંસો ખાનાર યુવક કાંકરેજનો વતની અને પ્રકાશજી ઠાકોર નામ હોવાનું સામે આવ્યું..

પ્રેમી પંખીડાએ રસ્તાની સાઈડમાં એક મોટા ઝાડ પાસે બાઈક મુકી ઝાડ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેથી રસ્તા પર નીકળતા લોકોની તેમના પર નજર પડતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી બનેના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મોકલવામાં આવ્યા છે. કયા કારણોસર યુવક-યુવતીએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના પ્રેમી પંખીડાએ માઉન્ટ આબુમાં કર્યો આપઘાત

મુળ સુરેન્દ્રનગર કંકાવટી ગામના યુવક અને દાહોદની યુવતી એવા પ્રેમી યુગલે માઉન્ટ આબુમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવક અને યુવતી બન્ને પ્રેમી પંખીડા માઉન્ટ આબુ ગયા હતા બન્ને એ ભાડે બાઇક લઈ અને ગુરૂ શિખર નજીક જંગલમાં ગયા હતા.

 જંગલમાં જઈ ઝેરી ટીકડીઓ ખાઇ લેતા બન્નેને અસર થતા યુવકે જે હોટલમાં રોકાયો હતો ત્યાં જાણ કરી. હોટલ તંત્ર અને પોલીસે ઘટના સ્થળે પહોંચતા યુવતીનું મોત થયું હતું અને યુવકને ઝેરની અસર હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત થયું હતું. મરણ જનાર 28 વર્ષીય યુવક મનોજ જયંતિલાલ સુરેન્દ્રનગર જીલ્લાના કંકાવટી ગામનો રહેવાસી હતો જ્યારે 27 વર્ષીય યુવતી મુળ દાહોદની હાલ વડોદરા રહેતી નિતાબેન રત્નાભાઇ હોવાનું આવ્યુ સામે આવ્યું છે. હાલ માઉન્ટ આબુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો