મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ડિમોલિશન યથાવત: ગીર સોમનાથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરાયા

ગુજરાતભરમાં ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી હજુપણ યથાવત જોવા મળી રહી છે. હવે ગીર સોમનાથમાંથી દબાણ હટા

ગુજરાતમાં ડિમોલિશન યથાવત: ગીર સોમનાથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરાયા

ગુજરાતભરમાં ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી હજુપણ યથાવત જોવા મળી રહી છે. હવે ગીર સોમનાથમાંથી દબાણ હટાવવાનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં સોમનાથ શંખ સર્કલ સામેની સાઇડ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધવામાં આવી છે. સોમનાથ નજીક આવેલા રેલવે સ્ટેસન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા, જે દબાણો આજે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી  દૂર કરવાની કામગીર હાથ ધરવામાં આવી હતી. 12 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં પર રહેણાંક મકાનો અને અન્ય દબાણ હતા, જે દબાણો દૂર કરવા વેરાવળ એસડી એમ, મામલતદાર અને કર્મચારીઓ મોટા પોલીસ કાફલા સાથે પાંચ જેસીબી અને 10થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટકયા હતા. અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ દબાણ દુર કરી ફેન્સીંગની કામગીરી હાથ ધરાઇ છે.

આ સમાચાર શેર કરો