મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: પીપળજ ગામમાં યુવકને આપી ‘તાલિબાની સજા’, ચોરીની આશંકાએ માર્યો ઢોર માર

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ ગામમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાના લીરેલ

Ahmedabad: પીપળજ ગામમાં યુવકને આપી ‘તાલિબાની સજા’, ચોરીની આશંકાએ માર્યો ઢોર માર

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ ગામમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવક પર ચોરીનો આક્ષેપ કરી કેટલાક સ્થાનિક લોકોએ તેને પકડી પાડી ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

મળતી માહિતી મુજબ, નારોલના પીપળજ ગામમાં એક યુવકે ટાયર સહિતની કેટલીક વસ્તુઓની ચોરી કરી હતી. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં આસપાસના લોકો તે યુવકને ઘેરીને ઉભા છે અને તેને લાકડીઓ તેમજ દંડા વડે બેરહેમીથી ફટકારી રહ્યા છે. જે પ્રકારે યુવકને માર મારવામાં આવી રહ્યો છે, તેને લોકો ‘તાલિબાની સજા’ તરીકે ઓળખાવી રહ્યા છે.  આ હિંસક ઘટનાનો વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરુ કરી છે. 

આ સમાચાર શેર કરો