મિત્રના કોલ લેટર પર યુવાન પોલીસ ભરતીની પરીક્ષા આપવા પહોંચ્યો, રજિસ્ટ્રેશન દરમ્યાન જ ઝડપાયો
રાજ્યના મહેસાણામાં પોલીસ ભરતી ચાલી રહી છે. તે દરમ્યાન ભરતી કૌભાંડ થતા થતા રહ

રાજ્યના મહેસાણામાં પોલીસ ભરતી ચાલી રહી છે. તે દરમ્યાન ભરતી કૌભાંડ થતા થતા રહી ગયું હતું. મળતા અહેવાલ પ્રમાણે એક યુવાન પોતાના મિત્રના કોલ લેટર પર કોન્સ્ટેબલ અને PSIની પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા આપવા આવ્યો હતો. કલોલના આ શખ્સને પરીક્ષા લઈ રહેલી પોલીસની ટીમે રજિસ્ટ્રેશન દરમિયાન જ આ યુવાનને ઝડપી પાડ્યો હતો.
ખોટો કોલ લેટર બનાવીને આવેલા યુવાન સામે નોંધાઈ ફરિયાદ
ખોટો કોલ લેટર બનાવીને આવેલા આ યુવક સામે PSIએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.




