Rajkot: 'સંઘને સમજવા અંદર આવવું પડશે, બહારથી નહીં સમજાય'; મોહન ભાગવતનું યુવાનોને સંબોધન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતજી હાલ રાજકોટની ત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતજી હાલ રાજકોટની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વપૂર્ણ સંવાદ સાધ્યો છે. રાજકોટમાં આયોજિત 'સેવા ભારતી'ના મિલન સમારંભમાં તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો યુવાનોને સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે સંઘની કાર્યપદ્ધતિ અને હિન્દુત્વની પરિભાષા વિશે સ્પષ્ટતા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, 'હિન્દુ એટલે હિન્દુસ્તાનમાં રહેનારા નાગરિકો'. ઉપરાંત યુવાનો સાથેના સંવાદમાં મોહન ભાગવતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સંઘને સમજવા માટે સંઘની અંદર આવવું જોઈએ, તે બહારથી સમજી શકાતો નથી." તેમણે ઉમેર્યું કે સંઘ માત્ર એક સંગઠન નથી પણ એક જીવનશૈલી છે, જેનો અનુભવ શાખામાં આવીને જ કરી શકાય છે. ત્રણ દિવસની આ મુલાકાતના ભાગરૂપે આજે મોહન ભાગવતજી રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો સાથે ખાસ સંવાદ કરવાના છે.




