મેઘ મહેર: 20થી વધુ જિલ્લામાં આજે યલો એલર્ટ, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો

ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ત્રણ દિવસની આગાહી કરી છે. બીજી ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ ફરીથી સક્રિય થશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
સિઝનનો અત્યાર સુધીમાં 59.33 ટકા વરસાદ
આગામી બીજીથી ચોથી તારીખ સુધી ભારે વરસાદની વિવિધ જિલ્લામાં વરસાદ થશે. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59.33 ટકા વરસાદ નોંધાયો છે.
બીજી ઓગસ્ટની આગાહી
બીજી ઓગસ્ટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ જિલ્લો, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્રીજી અને ચોથી ઓગસ્ટની આગાહી
ત્રણ અને ચાર ઓગસ્ટમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.








