ગણપત યુનિવર્સિટીમાં વિશ્વ સ્તરીય સમિટનું આયોજન, પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત વૈશ્વિક મહાનુભવોની ઉપસ્થિતિ
ગણપત યુનિવર્સિટી તેના એક ઇન્ટરનેશનલ પ્રકલ્પ “GUNI એજ્યુકેશન સર્વિસિસ એફ.ઝેડ. એલએલસી(જી.ઈ.એસ) ના

ગણપત યુનિવર્સિટી તેના એક ઇન્ટરનેશનલ પ્રકલ્પ “GUNI એજ્યુકેશન સર્વિસિસ એફ.ઝેડ. એલએલસી(જી.ઈ.એસ) ના સહયોગમાં અગામી તારીખ ૧૨મી જૂનના રોજ દુબઈની મિલેનિયમ પ્લાઝા ડાઉન ટાઉન હોટલ ખાતે સુપ્રતિષ્ઠિત “ગ્લોબલ મેરીટાઇમ સમિટ-૨૦૨૫” યોજવા તૈયાર છે.
આ વૈશ્વિક કક્ષાના મહાનુભવોની ઉપસ્થિત રહેશે
આ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં વૈશ્વિક કક્ષાના મહાનુભવો ઉપસ્થિત રહેવાના છે. જેમાં ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઇન ચીફ તેમજ પ્રેસિડન્ટ ડો. ગણપતભાઈ પટેલ, યુનિવર્સિટીના ચાન્સેલર ડો.મહેન્દ્ર શર્મા, અબુધાબી યુનિવર્સીટીના પ્રો.બેરી ઓ માહોની, એમ.ટી.એમ. શીપ મેનેજમેન્ટના કોટન રાજીવ સિંઘલ, યુનિવર્સીટી ઓફ દુબઈનાં પ્રેસીડન્ટ ડૉ.ઈસા મોહમ્મદ બસ્તાકી, દુબઈ પોર્ટસ ઓથોરીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેપ્ટન ઈબ્રાહીમ એહમદ અલબ્લુશી, અબુ ધાબી સ્કુલ ઓફ મેનેજમેન્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટના ચેરમેન ડૉ. તૈયબ કમાલીનો સમાવેશ થાય છે.
તેમજ ટોમીની શીપિગના એમડી પ્રદીપ બાજપાઈ, ગોલ્ડટેન્સ દુબઈ બ્રાન્ચના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કીર્લોસકર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેઇટ ફોરવર્ડસના પ્રેસિડન્ટ તેજ કોન્ટ્રાક્ટર સહિત અનેકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વૈશ્વિક મહત્વ ધરાવતા સુપ્રતિષ્ઠિત ઇવેન્ટમાં જેમનો સમાવેશ થાય છે તેવી જાણીતી સંસ્થાઓમાં એફ.એફ.એફ.એ.આઈ, ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર્ડ શીપ બોકર્સ,(મિડલ ઈસ્ટ), સર્વિસ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એસ.ઈ.પી.સી), બેસ્ટ મરીન, ટીએનસી સોશિયલ, એ.આર.આઈ સિમ્યુલેશન, અને ઝેન ટેકનોલોજિસ લિમિટેડ.
આ સમિટમાં પાંચ મહત્વની થીમને કેન્દ્રમાં રાખીને આયોજન થયું છે : ડિજિટલાઈઝશન, ડીકાર બોનાનાઈઝેશન, ડાયવર્સિટી, ડિઝાઇન અને ડેવલોપમેન્ટ. આ વિષયોથી ચર્ચા-વિચારણા કરી કટિંગ-એજ-ટેકનોલોજી, સસ્ટેનેબલ મેરિટાઇમ પ્રેક્ટિસિસ, ઈન્કલુઝિવ લીડરશીપ, ઇનોવેટિવ વેસલ ડિઝાઇન અને સ્ટ્રેટેજીક ગ્લોબલ ડેવલપમેન્ટ ઉપર કેન્દ્રિત રહેશે. શિક્ષણ ક્ષેત્રે અને મેરીટાઇમ ઉદ્યોગના પરિપેક્ષમાં ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને એક સર્વ સમાવેશ ઇકો-સિસ્ટમનું સર્જન થાય- એક વાતાવરણ સર્જાય તે જ આ સમિટનું પ્રયોજન છે.
ગ્લોબલ મેરીટાઇમ સેક્ટર દ્વારા જે સમસ્યાઓને ભારે દબાણપૂર્વક સહેવી પડે છે એવી પ્રતિકૂળતાને લક્ષ્યમાં રાખી ત્રણ ‘હાઈ-ઈમ્પેક્ટ’ પેનલ દ્વારા ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇનોવેશન, સસ્ટેનેબીલિટી, અને વિકાસ જેવાં મુદ્દાઓ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે.
વૈશ્વિક મહત્વ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ભાગ લેશે
વૈશ્વિક મહત્વ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ આ ચર્ચામાં પોતાના જ્ઞાન અને અનુભવનો વિનિયોગ કરી વિષયની છણાવટ કરશે. જેમાં ક્લાસ એન. કે., એમ.ટી.પી. શીપ મેનેજમેન્ટ, ટોમીની શિપિંગ, ગ્રીન ફિલ્ડ લિમિટેડ, આરુષ મેરીટાઇમ સર્વિસીસ, ધી શોપ ગ્રુપ, મેરીટાઈમ ઈએસજી, મિડલ ઇસ્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સાઉદી અરેબિયાની નેશનલ મેરીટાઈમ એકેડમી, એફ.એમ.સી ઈંટરનેશનલ, એફ.એફ.એફ.એ.આઈ વી ગ્રુપ, ડબ્લ્યુ આઈ.ઈ.એસ.ટી.એ, યુએઈ, ઇન્ટર ઓસીન શીપ રીપેઈર્સ એલએલસી, ધી મેરીટાઈમ યુનિયન ઓફ ઇન્ડિયા, ધી નેવલ કનેકશન, એરીઝ એસ્થેટીક એન્ડ ડેન્ટલ કલીનીક, ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ, વાલદ બિઝનેશ સોલ્યુશન, ગ્લોબટેક ગ્રુપ ઓફ કંપનીઝ, આઈ.સી..એસ. જીએમએસ ગ્રુપ, એસ.પી.એમ. શીપીંગ, બેસ્ટ એઓસિસ, ડ્રાય-ડોક્સ વર્લ્ડ, ગોલ્ડ ટેન્સ અને અબુધાબી યુનિવર્સીટી સહિત બીજી અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
એક બહુમૂલ્ય નેટવર્કની તકો ઉભી થાય અને ટ્રાન્સફોર્મેટીવ ગ્લોબલ મેરીટાઇમ ટ્રેન્ડસ અંગે અર્થપૂર્ણ સંવાદની ભૂમિકા રચાય તે આ સમિટની પ્રાપ્તિ રહેશે. વિશ્વભરના મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીના સહભાગીઓ માટે ઇનોવેશન અને ગ્રોથ સુલભ બને તે હેતુથી આ સમિટ યોજાશે.
ગ્લોબલ મેરીટાઇમ એજ્યુકેશન અને પ્રેક્ટિસિસના ઉત્કર્ષ-વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતાઓને આ સમિટ દ્વારા ગણપત યુનિવર્સિટી ફરી એક વાર જાહેર કરે છે. જેના દ્વારા આ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગની સંભાવનાઓ વધે તેમજ નવી પેઢીના વ્યવસાયિકોનું પણ ઉત્થાન થાય.








