સુરતમાં એમ્બ્રોઈડરીના મશીનમાં કામદારનું ગળું ફસાયુ, પ્લેટ વચ્ચે અટકતાં ઉભું થયું જીવનું જોખમ
સુરતના કતારગામ નવી જીઆઈડીસીમાં એમ્બ્રોઈડરીના ઘણા કારખાના ચાલી રહ્યાં છે. જેમાં એમ્બ્રોઈડરી મશીનના ખાતામાં ક

સુરતના કતારગામ નવી જીઆઈડીસીમાં એમ્બ્રોઈડરીના ઘણા કારખાના ચાલી રહ્યાં છે. જેમાં એમ્બ્રોઈડરી મશીનના ખાતામાં કારીગરના ગળાનો ભાગ ફસાઈ ગયો હતો. જેથી ભારે નાસભાગ મચી ગઈ હતી.
દરવાજો પણ બંધ હતો
ફૂલપાડા ખાતે આવેલા એમ્બ્રોડરી ખાતામાં યુવક એમ્બ્રોઈડરી મશીન પર કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન એમ્બ્રોઈડરી મશીનની પ્લેટ વચ્ચે યુવકની ગરદનનો ભાગ ફસાયો હતો. યુવક ચાલુ મશીને ઉભો થવા જતા ફસાયો હતો. યુવકે ખાતાનો દરવાજો પણ બંધ કરી રાખ્યો હતો. જેથી ઘણા સમય સુધી તેને ફસાઈ રહેવાની ફરજ પડી હતી.
જાતે ફાયરને કોલ કર્યો
આખરે જાતે હેમખેમ રીતે યુવકે મોબાઇલ વડે ફાયર વિભાગને કોલ કર્યો હતો. જેથી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખાતાનો દરવાજો તોડ્યો હતો. જે બાદ એમ્બ્રોઈડરી પ્લેટને ઊંચી કરી યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ બેભાન થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.








