Anand news: ગંભીરા બ્રિજની કામગીરી દરમિયાન ઊંચાઈથી પટકાતા શ્રમિકને ગંભીર ઈજા, સાઈટ પર સેફ્ટી સાધનોનો અભાવ
આણંદના ગંભીરા બ્રિજ નિર્માણની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગંભીરા બ્રિજની કામગીરી સમયે કોલમ પર

આણંદના ગંભીરા બ્રિજ નિર્માણની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગંભીરા બ્રિજની કામગીરી સમયે કોલમ પર સેન્ટરિંગ કામ દરમિયાન 10 ફૂટની ઊંચાઈથી પટકાતા શ્રમિક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વડોદરા ખસેડાયો છે. ગંભીરા બ્રિજ સાઈટ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.
સાઈટ પર સુરક્ષા નિયમોનુ ઉલ્લંઘન કરીને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ વગર જ કામ કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે. આ સાથે જ આર એન્ડ બી વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. સાઈટ પર થતા કામકાજનું સમયસર મોનિટરિંગ કરવામાં આવતુ હતું કે કેમ તે ચર્ચાનો વિષય છે.




