મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હીરા ચોરી કર્યાના વહેમમાં કારીગરને કારખાનામા ગોંધીને રાખ્યો, સવારે મળ્યો મૃત હાલતમાં

સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કાપોદ્રા રચના સર્કલ પાસે ગાયત્રી નગરમાં હીરાના

સુરતમાં હીરા ચોરી કર્યાના વહેમમાં કારીગરને કારખાનામા ગોંધીને રાખ્યો, સવારે મળ્યો મૃત હાલતમાં

સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કાપોદ્રા રચના સર્કલ પાસે ગાયત્રી નગરમાં હીરાના કારખાનામાંથી કારીગરે 10 દિવસ પહેલા 10 હજારની રોકડ અને 20થી 25 હજારના હીરાની ચોરી કર્યાના વહેમમાં કારીગરને માલિક સહિત કેટલાક લોકોએ કારખાનામાં ગોંધીને માર માર્યો હતો. તેને આખી રાત રૂમમાં પુરી રાખવામાં આવ્યો હતો.

ફોરેન્સિક પીએમથી તપાસ કરાવાશે

એક જાગૃત નાગરિકે કાપોદ્રા પોલીસના ડીસ્ટાફને જાણ કરી હતી. આથી પોલીસે ત્યાં આવી કારખાનું ખોલાવ્યું હતું. કારખાનામાંથી કારીગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે કારખાનાના માલિક ઠાકરજીની પૂછપરછ શરૂ કરી છે. હીરાના કારખાનામાં નોકરી કરતા કારીગર લાલજીનું મોત કંઈ રીતે થયું તે બાબતે પોલીસે આવતીકાલે ફોરેન્સિક પીએમ કરાવી તપાસ કરાવશે. કારીગરને બન્ને હાથ-પગમાં ઈજાના નિશાનો છે.

મારથી મોત થયાની આશંકા

જેથી તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે મોત થયું હોવાની આશંકા લાગી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાપોદ્રા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી શકે છે.  

આ સમાચાર શેર કરો