મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'વાઈબ્રન્ટ સુરેન્દ્રનગર'નું કરાયુ આયોજન, 30 નાના-મોટા ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા કામગીરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર ખાતે 'વાઇબ્રન્ટ સુરેન્દ્રનગરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પંડિત દીનદયાળ હોલ

સુરેન્દ્રનગર ખાતે 'વાઇબ્રન્ટ સુરેન્દ્રનગરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના આશરે 30 જેટલા નાના અને મોટા ઉદ્યોગકારોને પ્રાધાન્ય મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઉધોગકારોને બજાર મળી રહે તે માટે વાઇબ્રન્ટ સુરેન્દ્રનગરનું આયોજન કરવામાં આવ્યું છે. ITI, સુરસાગર ડેરી, સી.યુ.શાહ પોલિટેકનિક, જેવી સંસ્થાઓએ પણ પોતાના સ્ટોલ ઉભા કરી ટેકનિકલ અને કૃષિ ક્ષેત્રની પ્રગતિ દર્શાવી છે.  પટોળા સહિતની કલાને પ્રાધાન્ મળે તે માટે 30 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકો મુલાકાત લેશે, તેમજ આ આયોજન દ્વારા નાના ઉદ્યોગોને વૈશ્વિક બજાર મળે તે માટેના પણ પ્રયાસ કરાયા છે. 

આ સમાચાર શેર કરો