મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉપલેટાના લીલાખા ગામે 40ના ટોળાએ ગામની મહિલાઓ પર કર્યો હુમલો, જાણો શું છે મામલો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લીલાખા ગામે 30-40 લોકોમાં ટોળાએ ગામની મહિલ

ઉપલેટાના લીલાખા  ગામે 40ના ટોળાએ ગામની મહિલાઓ પર કર્યો હુમલો, જાણો શું છે મામલો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લીલાખા  ગામે 30-40 લોકોમાં ટોળાએ ગામની મહિલાઓ પર હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત થયેલી મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ઉપલેટા તાલુકાના નિલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ ઉપર હુમલો કર્યો હતો. મારામારીની આ  ઘટનામાં મહિલાઓને ઇજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 

ઇજાગ્રસ્ત મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના પર  રેતીની લીઝ  ચલાવતા સંચાલકો દ્વારા લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે.  ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા બાદ મહિલાઓને જુનાગઢ ખાતે રિફર કરવામાં આવી છે.

ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સાતમી કે આઠમી વખત મારામારી અને માથાકૂટ થઈ છે. 

આ સમાચાર શેર કરો