મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કવાંટમાં મહિલાઓ માથે બેડા મૂકી પાણી ભરવા મજબૂર

છોટા-ઉદેપુરના કવાંટ તાલુકાના અંતરિયાળ આંબાડુંગર ગામમાં પાણીની સમસ્યા જોવા મળી છે. આશરે

છોટા-ઉદેપુરના કવાંટ તાલુકાના અંતરિયાળ આંબાડુંગર ગામમાં પાણીની સમસ્યા જોવા મળી છે. આશરે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મહિલાઓ રોજ ડુંગરો પર બે બેડા પાણી મેળવવા જીવના જોમખે ચઢાણ કરે છે. ઉનાળાના તાપમાં ઢોળાવ પરથી ઉતરતી વખતે અકસ્માતનો ભય સતત રહે છે. નર્મદા નદીથી માત્ર 2થી 3 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં સરકારી પાણી યોજના હેઠળ ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે, પરંતુ પાણી પુરવઠો નથી. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, ટાંકી ઊંચાઈ પર હોવાથી પાણી ચડતું નથી. સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવી શક્યતા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો