મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભર ઉનાળામાં પાણીની તંગી વચ્ચે વેડફાયું લાખો લીટર પીવાનું પાણી

એક બાજુ ભર ઉનાળામાં અનેક ગામડાઓમાં પાણીની તંગી વર્તાઈ છે. તેવામાં બી

એક બાજુ ભર ઉનાળામાં અનેક ગામડાઓમાં પાણીની તંગી વર્તાઈ છે. તેવામાં બીજી બાજુ નસવાડીના સ્ટેશન વિસ્તારમાં લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું. પીવાના પાણી વિતરણ માટે બનાવવામાં આવેલ સંપ ભરાઈ જતા લાખો લીટર ફિલ્ટરવાળું શુદ્ધ પાણી વહી ગયું.

પોચંબા પાણી પુરવઠા યોજનામાં 119 ગામોને નર્મદાનું ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે સરકાર દર મહિને લાખો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું. આ સંપ ભરાયા બાદ બે કલાક સુધી પણ પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ ધ્યાન ન આપ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. 

આ સમાચાર શેર કરો