મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નોનવેજ સિઝલર ખાધા બાદ એક પછી એક 20 મહિલા થઈ બેભાન, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

હાલ દિવાળીની રજાઓમાં લોકો મજા માણવાનું ચૂકતા નથી. ત્યારે સુરતમાં મહિલાઓના એક ગ્રુપ દ્વા

નોનવેજ સિઝલર ખાધા બાદ એક પછી એક 20 મહિલા થઈ બેભાન, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

હાલ દિવાળીની રજાઓમાં લોકો મજા માણવાનું ચૂકતા નથી. ત્યારે સુરતમાં મહિલાઓના એક ગ્રુપ દ્વારા નોનવેઝ સિઝલરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંપાબજાર દેવડી પાછળ આવેલા નુરપુરા બેઝમેન્ટમાં આવેલા હોલમાં તમામ નોનવેઝ સિઝલર ખાવા ભેગી થઈ હતી. 30 મહિલાઓમાંથી 20 મહિલાઓ એક પછી એક બેભાન થઈ ગઈ હતી. જેથી અફડાતફડી મચી ગઈ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃસુરતમાં રમતાં બાળકના રમી ગયા રામ..આવાસમાં કાર ચાલકને ન દેખાતા ટાયર નીચે કચડાયું

સફોગેશન થયુ

108 બોલાવવાને બદલે મહિધરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી. 

એમ્બ્યુલન્સની સાયરનથી ગુંજ્યો વિસ્તાર

20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણ માટે ભેગી થઈ હતી. હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટનાં હોલમાં ફરી વળ્યો હતો. જેથી મહિલાઓ બેભાન થઈ હતી.

ઓક્સિજન ઘટ્યું

સફોગેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો