મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાંસદાના ચૌંઢ ફળિયામાં મહિલાઓ માથે બેડાં લઈ પાણી ભરવા મજબૂર, કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કાઢી જળયાત્રા

નવસારીના વાંસદા તાલુક

નવસારીના વાંસદા તાલુકાના સરહદી ગામ ચૌંઢાના ઉભી ચૌંઢ ફળિયામાં આદિવાસી પરિવારો હજુ પણ ઉનાળામાં પીવાના પાણી માટે સુકાયેલી તાન નદીના પટમાં પથ્થરો વચ્ચે ખાડા ખોદીને ટીપું-ટીપું પાણી ભેગું કરે છે. મહિલાઓ માથે બેડાં લઈ ડુંગર ઊતર-ચઢ કરે છે. ડિજિટલ ઈન્ડિયા અને નળ સે જળના દાવાઓ વચ્ચે આ વિસ્તારમાં ભૂગર્ભ જળ 300 ફૂટથી વધુ ઊંડે સરકી ગયું છે.

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે જળયાત્રા કાઢીને આક્રોશ વ્યક્ત કર્યો છે, જ્યારે ભાજપે 52 નવા બોર અને વાંગણ બારતાડ જૂથ યોજનાના 70 ટકા કામ પૂર્ણ થયાનો દાવો કર્યો છે. આ પાંચ પરિવારો અને તેમના પશુઓને અત્યારે શુદ્ધ પાણીની જરૂર છે.

આ સમાચાર શેર કરો