મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડતાં આધેડનું મોત

નવસારીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડતાં એક આધેડ વયના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છ

નવસારીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડતાં એક આધેડ વયના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.   નવસારીના શાંતિદેવી રોડ પાસે, સરસ્વતી એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગોકુલ નિવાસ બ્લોકમાં આ ગોઝારી ઘટના બની હતી. ગઈકાલે બપોરના સમયે જ્યારે ધર્મેશભાઈ નામના આધેડ પોતાના ઘરમાં ગાઢ નિંદ્રામાં સૂતા હતા, ત્યારે અચાનક મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. આજે સવારે  તપાસ કરવામાં આવી ત્યારે ધર્મેશભાઈ કાટમાળ નીચે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં     પોલીસ, એમ્બ્યુલન્સ અને અંતિમ વાહિનીને સ્થળ પર બોલાવીને મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે  વધુ તપાસ હાથ ધરી છે..

આ સમાચાર શેર કરો