VIDEO: નવસારીમાં ચોમાસા પહેલા જ રોડ પર ભુવા પડવાનો સિલસિલો શરૂ
નવસારી શહેરમાં ચોમાસાની વિધિવત શરૂઆત પૂર્વે જ રોડ-રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો

નવસારી શહેરમાં ચોમાસાની વિધિવત શરૂઆત પૂર્વે જ રોડ-રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.જેમાં શહેરના દત્તરેય વિસ્તારમાં આવેલ સરસ્વતી મંદિર પાસે એક મસમોટો ભુવો પડતા તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની જાણ થતા જ નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભુવો પૂરવા માટેની મથામણ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મેયર અને જિલ્લા સંગઠનની ટીમ હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રીમોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળી છે.જે અંતર્ગત તેમણે ભુવાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કામગીરી વેગીલી બનાવવા સૂચના આપી હતી.




