મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં નગરસેવિકા અને સ્થાનિક યુવાન વચ્ચે માથાકૂટ

નવસારીના વોર્ડ નંબર-1 વિસ્તારમાં નગરસેવિકા અને સ્થાનિક યુવાન વચ્ચે થયેલી માથાકૂટનો મામલો સામે આવ્યો

નવસારીના વોર્ડ નંબર-1 વિસ્તારમાં નગરસેવિકા અને સ્થાનિક યુવાન વચ્ચે થયેલી માથાકૂટનો મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ બીજલ પ્રસાદ શુક્લા નામનો યુવાન છેલ્લા બે દિવસથી નગરસેવિકાના ઘર આગળ હોબાળો કરી રહ્યો હતો. આ દરમિયાન નગરસેવિકા જશુબેન રાઠોડના પુત્રએ તેને સમજાવવાનો પ્રયાસ કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બંનેને છોડાવવા વચ્ચે પડેલા નગરસેવિકા જશુબેન રાઠોડના હાથમાં પણ ઈજા પહોંચી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલો જલાલપોર પોલીસ મથકે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો