VIDEO: નવસારીમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણી
નવસારીમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે વીજળીના કડાકા ભ

નવસારીમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. સોમવાર સાંજથી અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. જોકે, ભારે પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. જૂન મહિનાની શરૂઆતમાં જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, પરંતુ બીજી તરફ તૈયાર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.




