મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની એક હોટેલમાં મળ્યો મહિલાનો મૃતદેહ, પોલીસની તેજ તપાસ શરુ

ગુજરાતભરમાંથી સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં અમદાવાદમાંથી પણ એક ચોંકાવનારી ઘટના

અમદાવાદની એક હોટેલમાં મળ્યો મહિલાનો મૃતદેહ, પોલીસની તેજ તપાસ શરુ

ગુજરાતભરમાંથી સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં અમદાવાદમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં એક હોટલમાં મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદ શહેરની એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાંથી નસરીન અન્સારી નામની એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. 22 વર્ષીય યુવતી સાથે હોટલમાં એક યુવક પણ હતો. મહિલાને ગળે ફાંસો આપીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યાની પાછળનું કારણ જાણવા તપાસ તેજ કરવામાં આવી છે તેમજ હત્યારાને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, યુવક અને યુવતી હોટલમાં આવ્યા હતા અને રૂમ નંબર 108માં તેઓ રોકાયા હતા. યુવક જમવાનું કહીને હોટલની બહાર ગયો હતો. બાદમાં યુવક કલાકો સુધી પરત ફર્યો ન હતો. હોટલ સ્ટાફે રૂમમાં જઈને જોયું તો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને યુવતી મૃત હાલતમાં બેડ નીચે પડી હતી. તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં કોલ કરીને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ માટેની કાર્યવાહી શરુ કરી છે. એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્તરે તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળેથી જરૂરી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ યુવતીના પરિવારજનોને જાણ કરીને બોલાવ્યા બોલાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો