VIDEO: અમદાવાદમાં સિંગર હની સિંહના કોન્સર્ટમાં પ્રતિબંધિત વસ્તુઓનું સેવન
અમદાવાદમાં અનેક સંગીતના સિતારાઓ આવીને તેમની મ્યુઝિક કોન્સર્ટ કરતા હોય છે અને ચાહકો તેમન
અમદાવાદમાં અનેક સંગીતના સિતારાઓ આવીને તેમની મ્યુઝિક કોન્સર્ટ કરતા હોય છે અને ચાહકો તેમના પ્રિય સંગીતકારના ગીતો પર ઝુમતા હોય છે. પરંતુ અમદાવાદમાં યોજયેલા હની સિંહના મ્યુઝિક કોન્સર્ટમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જેમાં સિંગર હની સિંહની યોજાયેલી એક કોન્સર્ટમાં યુવાનો પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા જોવા મળ્યા હતા.
પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં યોજાયેલા હની સિંહના કોન્સર્ટમાં યુવાનો પ્રતિબંધિત ઈ સિગારેટના ધુમાડા ઉડાવતા જોવા મળ્યા હતા. સંગીતની મહેફિલમાં યુવતીઓ અને યુવકો ઈ સિગારેટના કસ મારતા કેમેરામાં જોવા મળ્યા હતા. સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ઈ સિગારેટ પર ભારત સરકારે દેશભરમાં પ્રતિબંધ લાદ્યો છે એવામાં યુવક યુવતીઓ કોન્સર્ટમાં ખુલ્લેઆમ ઈ સિગારેટનું સેવન કરતા જોવા મળતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.




