મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: ભાદર નદીના પુલ પરથી મહિલાએ ઝેરી દવા ગટગટાવીને લગાવી મોતની છલાંગ

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી નેશનલ હાઈવે પર આવેલ ભાદર બે નદીના પુલ પરથી એક અજાણી

રાજકોટ: ભાદર નદીના પુલ પરથી મહિલાએ ઝેરી દવા ગટગટાવીને લગાવી મોતની છલાંગ

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી નેશનલ હાઈવે પર આવેલ ભાદર બે નદીના પુલ પરથી એક અજાણી મહિલાએ છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ છલાંગ લગાવી હોવાની બાબતને લઈને આસપાસના લોકોને જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મહિલાને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

છલાંગ લગાવનાર મહિલા આંગણવાડીમાં બજાવે છે ફરજ

ઘટના અંગેની જાણ થતાં નજીકના ધોરાજી ફાયર બ્રિગેડ તેમજ ધોરાજી તાલુકા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. છલાંગ લગાવનાર મહિલા આંગણવાડીમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. મહિલાએ કોઈ ઝેરી દવા ગટગટાવી પાણીમાં છલાંગ લગાવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

આ પણ વાંચો: ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ: બગોદરા-બામણબોર ટોલ પ્લાઝા પર રૂપિયા 84ના બદલે 1210 માંગતા હોબાળો

મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો તેની તપાસ કરી રહી છે પોલીસ

આ મહિલાને પાણીમાંથી બહાર કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું.મહિલાએ કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તેને લઈને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો